સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ દ્વારા વિવિધ બિન-શિક્ષણ પદોની ભરતી માટે સત્તાવાર સૂચના બહાર પાડવામાં આવી છે. યુનિવર્સિટી વર્ગ-1 થી વર્ગ-3 સુધીની કુલ 71 જગ્યાઓ ભરવા માટે પાત્ર નાગરિકો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવી રહી છે. આમાં સહાયક કમ ક્લાર્ક કમ ડેટા એન્ટ્રી ઓપરેટર, પ્રયોગશાળા સહાયક, ટેકનિકલ સહાયક તેમજ અન્ય વિવિધ વહીવટી પદોનો સમાવેશ થાય છે.
ઓનલાઈન અરજી પ્રક્રિયા 22 ડિસેમ્બર 2025ના રોજ સવારે 11:00 વાગ્યાથી શરૂ થશે અને 11 જાન્યુઆરી 2026 સુધી ચાલુ રહેશે. રસ ધરાવતા ઉમેદવારોને સત્તાવાર વેબસાઇટ મારફતે ઓનલાઈન અરજી કરવાની રહેશે.
આ ઉપરાંત, કેટલીક ચોક્કસ પોસ્ટ્સ (RC/9 થી RC/20) માટે ઉમેદવારોએ ઓનલાઈન અરજી કર્યા બાદ તેની હાર્ડ કોપી પણ સબમિટ કરવી પડશે. આ લેખમાં આગળ, અમે જગ્યાઓ, પાત્રતા માપદંડ, પગાર અને અરજી ફી વિશે વિગતવાર માહિતી આપી છે.
મુખ્ય હાઇલાઇટ્સ: Saurashtra University Recruitment 2025
| વિશેષતા | માહિતી |
| સંસ્થા | સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ |
| જાહેરાત નં. | RC/09 થી 44/2025 |
| કુલ ખાલી જગ્યાઓ | 71 |
| અરજી પદ્ધતિ | ઓનલાઇન |
| અરજી તારીખો | 22/12/2025 to 11/01/2026 |
| નોકરી સ્થાન | રાજકોટ, ગુજરાત |
| સત્તાવાર વેબસાઇટ | www.saurashtrauniversity.ac.in |
ખાલી જગ્યાઓની માહિતી (Vacancy Details)
| પોસ્ટનું નામ | ખાલી જગ્યાઓ |
| સહાયક કમ ક્લાર્ક કમ DEO | 35 |
| લેબોરેટરી આસિસ્ટન્ટ | 5 |
| ટેકનિકલ આસિસ્ટન્ટ | 3 |
| ડેટા એન્ટ્રી ઓપરેટર | 2 |
| સિસ્ટમ મેનેજર | 1 |
| ડેપ્યુટી રજિસ્ટ્રાર | 1 |
| અન્ય પોસ્ટ્સ (ઓડિટર, કોચ, સ્ટોરકીપર વગેરે) | 24 |
| કુલ ખાલી જગ્યાઓ | 71 |
પગાર ની માહિતી (Salary)
RC/19/2025 થી RC/44/2025 હેઠળ જાહેર કરાયેલી જગ્યાઓ માટે પસંદ થયેલા ઉમેદવારોને શરૂઆતના પ્રથમ પાંચ વર્ષ માટે ફિક્સ્ડ પગારમાં નિયુક્તિ આપવામાં આવશે. તેની વિગત નીચે મુજબ છે:
1) RC/19 થી RC/25: કોચ, કો-ઓર્ડિનેટર (NSS), ટેકનિકલ આસિસ્ટન્ટ (લાઇબ્રેરી), ડેટા એન્ટ્રી ઓપરેટર, ટેપ ડિસ્ક લાઇબ્રેરિયન, કોમ્પ્યુટર ઓપરેટર (સિનિયર), ઇલેક્ટ્રિકલ એન્જિનિયર
- માસિક ફિક્સ્ડ પગાર: 49,600/-
2) RC/26 થી RC/33: ટેકનિકલ આસિસ્ટન્ટ (કોમ્પ્યુટર), સ્ટેનો ગ્રેડ-C, સિવિલ સુપરવાઇઝર, ફિલ્ડ કલેક્ટર, ગ્લાસ બ્લોઅર, લેબ ટેકનિશિયન (ફિઝિક્સ/ફાર્મસી), વર્કશોપ મિકેનિક
- માસિક ફિક્સ્ડ પગાર: 40,800/-
3) RC/34 થી RC/44: ગેસ મિકેનિક, ફિલ્ડ આસિસ્ટન્ટ, લેબોરેટરી આસિસ્ટન્ટ (કેમિસ્ટ્રી/ફાર્મસી/ફિઝિક્સ), સ્ટોરકીપર (કેમિસ્ટ્રી/ફિઝિક્સ/હોમ સાયન્સ/ફાર્મસી), આસિસ્ટન્ટ કમ ક્લાર્ક કમ DEO, ઓપરેટર કમ મિકેનિક
- માસિક ફિક્સ્ડ પગાર: 26,000/-
શૈક્ષણિક લાયકાત (Educational Qualification)
આસિસ્ટન્ટ કમ ક્લાર્ક કમ DEO (RC/43): માન્ય યુનિવર્સિટીમાંથી કોઈપણ વિષયમાં ગ્રેજ્યુએશન ડિગ્રી
લેબોરેટરી આસિસ્ટન્ટ (RC/36, RC/38): માન્ય યુનિવર્સિટીમાંથી સંબંધિત વિષયમાં B.Sc (રસાયણશાસ્ત્ર / ભૌતિકશાસ્ત્ર) ડિગ્રી
લેબોરેટરી આસિસ્ટન્ટ (ફાર્મસી) (RC/37): માન્ય સંસ્થામાંથી B.Pharm (બી.ફાર્મ) ડિગ્રી
ડેટા એન્ટ્રી ઓપરેટર (RC/22): BCA / B.Sc IT / B.E. (કોમ્પ્યુટર/આઈટી) સાથે ઓછામાં ઓછો 3 વર્ષનો અનુભવ
અથવા
M.Sc IT / MCA સાથે ઓછામાં ઓછો 1 વર્ષનો અનુભવ જરૂરી છે.
નોધ: ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે વધારે માહિતી માટે સત્તાવાર જાહેરાતમાં (PDF Check) દર્શાવેલી સંપૂર્ણ લાયકાત અને શરતો ધ્યાનપૂર્વક વાંચી લેવી.
અરજી ફી (Application Fees)
સામાન્ય (General): 1,000/-
SC / ST / SEBC / PwBD / EWS: 750/-
માધ્યમ: ફક્ત ઓનલાઈન
નોધ: ભરેલ અરજી ફી પરત મળશે નહીં (Non-Refundable).
અરજી કેવી રીતે કરવી (How to Apply)
Step 1: સૌપ્રથમ www.saurashtrauniversity.ac.in વેબસાઇટ પર જાઓ.
Step 2: હોમપેજ પર આપેલ University Updates માંથી સંબંધિત જાહેરાત પર ક્લિક કરો.
Step 3: ધ્યાનપૂર્વક ઓનલાઈન અરજી ફોર્મ ભરો.
Step 4: અરજી ફી ઓનલાઈન માધ્યમથી ચૂકવો.
Step 5: RC/09 થી RC/20 પોસ્ટ્સ માટે: અરજી પ્રિન્ટ કરો અને જરૂરી ડોક્યુમેન્ટ સાથે તેને ૧૬/૦૧/૨૦૨૬ સુધીમાં “ધ રજિસ્ટ્રાર, રિક્રુટમેન્ટ સેલ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ” ને મોકલો.
RC/21 થી RC/44 પોસ્ટ્સ માટે: કોઈપણ પ્રકારની હાર્ડ કોપી સબમિટ કરવાની જરૂર નથી.
નોધ: ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે અરજી કરતા પહેલા તમામ સૂચનાઓ ધ્યાનપૂર્વક વાંચી લો અને છેલ્લી તારીખની રાહ ન જુએ.
મહત્વપૂર્ણ લિન્ક (Important Links)
| માહિતી | લિન્ક |
| ઓનલાઇન અરજી | અહીં ક્લિક કરો |
| સૂચના PDF | અહીં ક્લિક કરો |
| સત્તાવાર વેબસાઇટ | અહીં ક્લિક કરો |
Saurashtra University Recruitment 2025-26 – FAQ
1) શું હું એક કરતા વધારે પોસ્ટ્સ માટે અરજી કરી શકું છું?
જવાબ: હા, ઉમેદવારો એક કરતા વધારે પોસ્ટ્સ માટે અરજી કરી શકે છે, પરંતુ દરેક પોસ્ટ માટે અલગ અરજી અને ફી સબમિટ કરવી જરૂરી છે.
2) શું સહાયક કમ ક્લાર્કની પોસ્ટ કાયમી છે?
જવાબ: મોટાભાગની વર્ગ-૩ની પોસ્ટ્સ (RC/૧૯ થી RC/૪૪) પહેલા ૫ વર્ષ માટે ફિક્સ પગાર ધોરણ પર હોય છે, ત્યારબાદ સરકારી નિયમો મુજબ નિયમિત પગાર ધોરણ લાગુ પડે છે.
3) શું મારે ક્લાર્કની પોસ્ટ માટે હાર્ડ કોપી મોકલવાની જરૂર છે?
જવાબ: ના, RC/૨૧ થી RC/૪૪ (ક્લાર્ક RC/૪૩ સહિત) હેઠળ જાહેરાત કરાયેલ પોસ્ટ્સ માટે હાર્ડ કોપી સબમિટ કરવાની જરૂર નથી.
