ભારતની સૌથી જૂની અને વિશ્વસનીય જાહેર ક્ષેત્રની બેંકોમાંની એક બેંક ઓફ ઇન્ડિયા (BOI) એ જનરલ બેંકિંગ ઓફિસર (GBO) સ્ટ્રીમ હેઠળ ક્રેડિટ ઓફિસર પદોની ભરતી માટે ઓનલાઈન અરજીઓ મંગાવી છે. આ ભરતી પ્રોજેક્ટ નં. 2025-26/01 હેઠળ કરવામાં આવી રહી છે અને તેનો ઉદ્દેશ્ય સ્કેલ-II, સ્કેલ-III અને સ્કેલ-IV માં કુલ 514 અધિકારી સ્તરની જગ્યાઓ ભરવાનો છે.
આ ભરતી પ્રક્રિયા ખાસ કરીને બેંકિંગ અને ફાઇનાન્સ ક્ષેત્રમાં અનુભવ ધરાવતા લોકો ને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે, જે લોકો પ્રતિષ્ઠિત બેંકમાં પોતાની કારકિર્દીને નવી ઊંચાઈએ લઈ જવા માંગે છે.
ઓનલાઈન અરજી પ્રક્રિયા 20 ડિસેમ્બર 2025થી શરૂ થશે અને 05 જાન્યુઆરી 2026 સુધી ચાલુ રહેશે. ઉમેદવારોની પસંદગી અરજીઓની સંખ્યાને આધારે ઓનલાઈન પરીક્ષા અને/અથવા વ્યક્તિગત ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે.
મુખ્ય હાઇલાઇટ્સ: Bank of India Credit Officer Recruitment 2025-26
| વિશેષતા | માહિતી |
| બેંકનું નામ | બેંક ઓફ ઇન્ડિયા (BOI) |
| પદ | ક્રેડિટ ઓફિસર |
| પ્રોજેક્ટ નં. | 2025-26/01 |
| કુલ ખાલી જગ્યાઓ | 514 |
| અરજી કરવાની રીત | ઓનલાઈન |
| નોકરીનું સ્થાન | સમગ્ર ભારત |
| સત્તાવાર વેબસાઇટ | bankofindia.bank.in |
ખાલી જગ્યાઓની માહિતી (Vacancy Details)
| સ્કેલ | ખાલી જગ્યાઓ |
| SMGS-IV | 36 |
| MMGS-III | 60 |
| MMGS-II | 418 |
| કુલ | 514 |
મહત્વપૂર્ણ તારીખો (Important Dates)
| ઇવેન્ટ | તારીખ |
| સૂચના જાહેર થવાની તારીખ | 17 ડિસેમ્બર 2025 |
| ઓનલાઈન અરજી શરૂ | 20 ડિસેમ્બર 2025 |
| અરજી કરવાની છેલ્લી તારીખ | 05 જાન્યુઆરી 2026 |
| પરીક્ષા તારીખ | બાદમાં જાહેર કરવામાં આવશે |
શૈક્ષણિક લાયકાત અને અનુભવ (Educational Qualification and Experience)
ઉમેદવાર પાસે માન્ય યુનિવર્સિટીમાંથી કોઈપણ વિષયમાં ગ્રેજ્યુએશન (Graduation) ડિગ્રી પ્રાપ્ત કરેલી હોવી જોઈએ. સાથે સાથે, બેંકિંગ અથવા ફાઇનાન્સ ક્ષેત્રમાં સંબંધિત કામનો અનુભવ હોવો જરૂરી છે.
પદવાર લાયકાત અને અનુભવની વિગતો નીચે મુજબ છે:
- SMGS-IV: ગ્રેજ્યુએશન ડિગ્રી + ઓછામાં ઓછો 8 વર્ષનો સંબંધિત અનુભવ
- MMGS-III: ગ્રેજ્યુએશન ડિગ્રી + ઓછામાં ઓછો 5 વર્ષનો સંબંધિત અનુભવ
- MMGS-II: ગ્રેજ્યુએશન ડિગ્રી + ઓછામાં ઓછો 3 વર્ષનો સંબંધિત અનુભવ
નોધ: અનુભવ સંબંધિત વિગતવાર માહિતી જાણવા માટે ઉમેદવારો સત્તાવાર સૂચના (Check PDF) ધ્યાનપૂર્વક વાંચી લેવી.
પગાર ની માહિતી (Salary)
પસંદ થયેલા ઉમેદવારોને નીચે મુજબના પે સ્કેલ હેઠળ નિમણૂંક આપવામાં આવશે:
- MMGS-II: ₹64,820 – ₹93,960
- MMGS-III: ₹85,920 – ₹1,05,280
- SMGS-IV: ₹1,02,300 – ₹1,20,940
મૂળ વેતન ઉપરાંત, બેંક ઓફ ઇન્ડિયાના (BOI) નિયમો અનુસાર ડીએ (DA), એચઆરએ (HRA) તથા અન્ય લાગુ પડતા બેંકિંગ ભથ્થાં પણ આપવામાં આવશે.
ઉંમર મર્યાદા (Age Limit)
ઉમેદવારની ઉંમર 01 નવેમ્બર 2025ના આધારે ગણવામાં આવશે. ઉંમરની ગણતરી અધિકૃત ડોક્યુમેન્ટમાં નોંધાયેલ જન્મ તારીખના આધારે કરવામાં આવશે.
| સ્કેલ | ઉંમર મર્યાદા (વર્ષોમાં) |
| SMGS-IV | 30 – 40 |
| MMGS-III | 28 – 38 |
| MMGS-II | 25 – 35 |
ઉંમર મર્યાદામાં છૂટછાટ (Age Relaxation)
- SC / ST ઉમેદવારો: 5 વર્ષ
- OBC (નૉન-ક્રિમી લેયર): 3 વર્ષ
- PwBD (દિવ્યાંગ ઉમેદવારો): નિયમો અનુસાર 10 વર્ષ સુધી
અરજી ફી (Application Fee)
અરજી ફી અરજી પ્રક્રિયા દરમિયાન માત્ર ઓનલાઈન માધ્યમથી ભરવાની રહેશે.
| શ્રેણી | ફી |
| General / OBC / EWS | ₹850 |
| SC / ST / PwBD | ₹175 |
નોંધ: એકવાર ભરેલ ફી પરત આપવામાં આવશે નહીં (Non-Refundable).
પસંદગી પ્રક્રિયા (Selection Process)
આ ભરતી પ્રક્રિયામાં ઉમેદવારોની પસંદગી નીચેના તબક્કાઓ દ્વારા કરવામાં આવશે:
1) ઓનલાઈન ઓબ્જેક્ટિવ ટેસ્ટ (લેખિત પરીક્ષા)
2) વ્યક્તિગત ઇન્ટરવ્યૂ
3) અંતિમ મેરિટ યાદી
જો પાત્ર ઉમેદવારોની અરજીઓની સંખ્યા ઓછી હશે, તો બેંક લેખિત પરીક્ષા લીધા વિના માત્ર ઇન્ટરવ્યૂ દ્વારા પણ પસંદગી કરી શકે છે.
અરજી કેવી રીતે કરવી (How to Apply)
Step 1: સૌપ્રથમ bankofindia.bank.in વેબસાઇટ પર જાઓ.
Step 2: હોમપેજ પર આપેલ Career → Recruitment વિભાગમાં જાઓ.
Step 3: Credit Officer Recruitment – Project No. 2025-26/01 પર ક્લિક કરો
Step 4: જરૂરી માહિતી સાથે નવી નોંધણી (New Registration) કરો.
Step 5: ધ્યાનપૂર્વક ફોટો, સહી અને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
Step 6: અરજી ફી ઓનલાઈન માધ્યમથી ચૂકવો.
Step 7: ફોર્મ સબમિટ કરી કન્ફર્મેશન પેજ ડાઉનલોડ કરી લો.
મહત્વપૂર્ણ લિન્ક (Important Links)
| માહિતી | લિન્ક |
| ઓનલાઇન અરજી | અહીં ક્લિક કરો |
| સૂચના PDF | અહીં ક્લિક કરો |
| સત્તાવાર વેબસાઇટ | અહીં ક્લિક કરો |
Bank of India Credit Officer Recruitment 2025-26 – FAQ
1) મેરિટ રેન્કિંગ માટે અંગ્રેજી પરીક્ષા ફરજિયાત છે?
જવાબ: ના. અંગ્રેજી ભાષાની પરીક્ષા માત્ર લાયકાત માટેની છે અને અંતિમ મેરિટમાં ગણવામાં આવતી નથી.
2) BOI ક્રેડિટ ઓફિસર પદ માટે કોણ અરજી કરી શકે?
જવાબ: જેઓ પાસે ગ્રેજ્યુએશન ડિગ્રી અને જરૂરી સ્કેલ મુજબ બેંકિંગ અથવા ફાઇનાન્સ ક્ષેત્રનો સંબંધિત અનુભવ છે, તેવા ઉમેદવારો અરજી કરી શકે છે.
3) શું ફ્રેશર ઉમેદવારો અરજી કરી શકે?
જવાબ: ના. આ ભરતી માટે સંબંધિત બેંકિંગ અથવા ફાઇનાન્સ અનુભવ ધરાવતા ઉમેદવારો જ અરજી કરી શકે છે.
4) શું BOI ઓનલાઈન પરીક્ષા વગર પણ ભરતી કરી શકે?
જવાબ: હા. જો અરજીઓની સંખ્યા ઓછી હશે તો BOI માત્ર ઇન્ટરવ્યૂ દ્વારા ઉમેદવારોની પસંદગી કરી શકે છે.
